મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના સરથાણામાં શાક માર્કેટની બહાર લારીઓનું દબાણ, વહિવટી ભવનની નજીક રસ્તો કરી દેવાય છે બ્લોક

સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો રૂટ દબાણની નીતિ અપનાવવામાં આવી છે. જો કે, આ નિયમ સરથાણામાં લાગુ ન પડતો હોય તે

સુરતના સરથાણામાં શાક માર્કેટની બહાર લારીઓનું દબાણ, વહિવટી ભવનની નજીક રસ્તો કરી દેવાય છે બ્લોક

સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો રૂટ દબાણની નીતિ અપનાવવામાં આવી છે. જો કે, આ નિયમ સરથાણામાં લાગુ ન પડતો હોય તેવી સ્થિતિ સામે આીવ છે. સરથાણા પરમહંસ સ્કૂલની સામે શાક માર્કેટમાં રોડ ઉપર સ્કૂલની આસપાસ અને શુકન બંગલોની આગળના ગેટે લારીઓનું દબાણ છે. જેથી રસ્તો પણ બ્લોક થઈ જતો હોય છે.

આ બાબતે રકઝક થતા લારીઓ વાળા અંદર શાક માર્કેટમાં ઓટલા ઉપર જે લોકો બેસીને શાંતિપૂર્વક ધંધો કરે છે. તેમની સાથે લડાઈ ઝઘડો કરી તિક્ષણ હથિયાર અને પાઇપો દ્વારા મારામારી કરી અને શાંતિથી ધંધો કરતા લોકોને હેરાન કરે છે. આ બાબતે કંઈક એસએમસીના દબાણ ખાતાના જવાબદાર અધિકારી ઓ તેમજ સરથાણા ઝોન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

સરથાણા ઝોનના વહીવટી ભવનની એકદમ નજીકમાં આટલું મોટું દબાણ અને રોડ રસ્તા બ્લોક કરી દેવાય છે. છતાં કોઈ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવતી. કોઈ લારીઓ ડીટેઇન કરવામાં આવે કે કોઈને દંડની પહોંચ આપવામાં ન આવે તો અન્ય વિસ્તારોમાં શું પરિસ્થિતિ હશે તેનો માત્ર અંદાજે જ લગાવવાનો રહે.

આ સમાચાર શેર કરો