મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar News: ભોગાવો નદીમાં રેતી ભરેલો ટ્રક ખાબક્યો, એકનો મૃતદેહ મળ્યો; 3ના મોતની આશંકા

Surendranagar News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ હોય તેમ સતત અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે.

Surendranagar News: ભોગાવો નદીમાં રેતી ભરેલો ટ્રક ખાબક્યો, એકનો મૃતદેહ મળ્યો; 3ના મોતની આશંકા

Surendranagar News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ હોય તેમ સતત અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં સુરેન્દ્રનગરમાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સુરેન્દ્રનગરના નદીમાં દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ભોગાવો નદીમાં રેતી ભરેલો ટ્રક ખબકયો હતો જેમાં 3 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડેમમાંથી રેતી કાઢતી વખતે આ ઘટના બની હતી

મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લામાં શેખપર ભોગાવો નદીમાં રેતી ભરેલો ટ્રક ખાબકી ગયો હતો. જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 1 યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મામલાની જાણ થતાં જ પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ભોગાવો નદી અને ધોળીધજા ડેમમાંથી રેતી કાઢવામાં આવી રહી હતી તે દરમ્યાન આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જો કે, મૃતકોના પરિવારજનોમાં ભારે શોક પ્રસર્યો છે.

આ સમાચાર શેર કરો