મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'TRP અગ્નિકાંડ એ માનવસર્જિત ડિઝાસ્ટર'... સુઓમોટો હાથ ધરતાં ગુજરાત હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી

રાજકોટમાં TRP ગેમઝોનમાં શનિવારે સાંજે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં મૃત્યુઆંક 32 થયો છે. ત્યારે હવે આ ઘટનાને લઈને ગુજરાત હ

'TRP અગ્નિકાંડ એ માનવસર્જિત ડિઝાસ્ટર'... સુઓમોટો હાથ ધરતાં ગુજરાત હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી

રાજકોટમાં TRP ગેમઝોનમાં શનિવારે સાંજે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં મૃત્યુઆંક 32 થયો છે. ત્યારે હવે આ ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો હાથ ધરીને ગંભીર ટિપ્પણીઓ કરી હતી.

હાઈકોર્ટે સુઓમોટો હાથ ધરીને ગેમઝોન મુદ્દે જવાબ માગ્યો

રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ અગ્નિકાંડને ગુજરાત હાઈકોર્ટે માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવી છે. આ ઘટનાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં વિશેષ બેન્ચે સુનાવણી કરી હતી. હાઈકોર્ટે સુઓમોટો હાથ ધરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકાઓ પાસે ગેમઝોન મુદ્દે જવાબ માગ્યો છે. અને એક જ દિવસમાં ખુલાસા કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે. 

આ સમાચાર શેર કરો