સાપુતારા-નાસિક હાઈવે પર સતત ત્રીજા દિવસે આદિવાસીઓનું રસ્તા રોકો આંદોલન, નાસિક -શિરડી તરફ જતાં સેંકડો પ્રવાસીઓ અટવાયા
સાપુતારા-નાસિક નેશનલ હાઈવે પર કોમ્યુનિસ્ટ પાર્ટી અને આદિવાસી સભા દ્વા


સાપુતારા-નાસિક નેશનલ હાઈવે પર કોમ્યુનિસ્ટ પાર્ટી અને આદિવાસી સભા દ્વારા આપવામાં આવેલા 'રસ્તા રોકો' આંદોલનને પગલે આજે સતત ત્રીજા દિવસે જનજીવન પ્રભાવિત થયું છે. વન અધિકાર, સિંચાઈ, રોજગાર અને પેસા એક્ટના કડક અમલીકરણ જેવી વિવિધ માંગણીઓ સાથે હજારો આદિવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશતા પેઠ, ધરમપુર અને સાપુતારા નજીક બોરગાવ ખાતે અચોક્કસ મુદતના ચક્કાજામને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી છે. એસટી બસો સહિત નાસિક અને શિરડી તરફ જતાં સેંકડો પ્રવાસીઓ રસ્તામાં અટવાઈ પડ્યા છે.




