VIDEO : સાવલી રોડ પર ટ્રેલર પલટ્યું: ડ્રાઇવર ઇજાગ્રસ્ત
વડોદરાના સાવલી ચાંપાનેર ફાટક પાસે સાવલી હાલોલ રોડ પર એક મોટું ટ્રેલર અચાનક પલટી મારી ગયું હોવાનો અકસ્માત સામ

વડોદરાના સાવલી ચાંપાનેર ફાટક પાસે સાવલી હાલોલ રોડ પર એક મોટું ટ્રેલર અચાનક પલટી મારી ગયું હોવાનો અકસ્માત સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં ટ્રેલરના ચાલકને શરીરના ભાગે ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ટ્રેલર રોડની અધવચ્ચે પલટી મારી જવાના કારણે આ વ્યસ્ત માર્ગ પર થોડા સમય માટે વાહનવ્યવહાર ભારે પ્રભાવિત થયો હતો અને વાહનોની કતારો લાગી ગઈ હતી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વહીવટીતંત્રના કર્મચારીઓ મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, જે એક રાહતના સમાચાર છે. હાલમાં આ અકસ્માત કયા કારણોસર સર્જાયો તે જાણી શકાયું નથી અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




