VIDEO : વડોદરા સયાજી હોસ્પિટલમાં જાહેરમાં નમાજ
વડોદરાની સયાજી હોસ્પિટલના OPD વિભાગમાં જાહેરમાં ત્રણ વ્યક્તિઓ દ્વારા નમાજ અદા કરતો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટ

વડોદરાની સયાજી હોસ્પિટલના OPD વિભાગમાં જાહેરમાં ત્રણ વ્યક્તિઓ દ્વારા નમાજ અદા કરતો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે. હોસ્પિટલ સત્તાવાળાઓના મતે આ વ્યક્તિઓ દર્દીના સગા હોવાનું જણાય છે, પરંતુ તેઓ કોણ છે અને ક્યારનો આ વીડિયો છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ MSU સંસ્કૃત મહાવિદ્યાલય પાસે આવી ઘટના બાદ હવે હોસ્પિટલમાં બનેલી આ ઘટનાને પગલે સુરક્ષા વધારવામાં આવી છે. 800 CCTV કેમેરાના સતત મોનિટરિંગ અને સિક્યુરિટી ગાર્ડ્સને કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.




