VIDEO: અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં ધોધમાર વરસાદ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક સોસાયટીઓ જળબંબોળ થઈ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક સોસાયટીઓ જળબંબોળ થઈ ગઈ છે. ગામમાં વરસાદી પાણી ભરાઈ જવાની વ્યાપક સમસ્યા સર્જાઈ હતી. જોકે, આ આફતની સૌથી વધુ માઠી અસર ‘અશરફ પાર્ક’ સોસાયટીમાં જોવા મળી છે. અહીં નીચાણવાળા વિસ્તારમાં આવેલી મોટી સંખ્યામાં રહેણાંક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ઘરોમાં પાણી ભરાવાને કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અચાનક પાણી ભરાઈ જવાથી લોકોની મોંઘી ઘરવખરી અને સરસામાન પલળી જતાં મોટી મિલકતને નુકસાન પહોંચ્યું છે, જેનાથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.




