Video: રાજકોટમાં બ્લેકમેઇલિંગથી કંટાળી યુવકે કરી આત્મહત્યા, કડક કાર્યવાહીની માંગ

રાજકોટના બજરંગવાડી સર્કલ પાસે રહેતા યુવરાજ થાપા નામના યુવકે દશેરાના દિવસે ઝેરી દવા ગટગટાવી લેતાં સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે શ્રદ્ધા રાજપૂત નામની યુવતી અને તેના સાથીદાર મેહુલ જેઠવા ન્યૂડ ફોટાના આધારે યુવરાજને બ્લેકમેઇલ કરતા હતા. આ બ્લેકમેઇલિંગના કારણે યુવક પાસેથી પાંચથી છ લાખ રૂપિયા રોકડા અને કિંમતી દાગીના પડાવી લેવાયા હતા. સતત ત્રાસથી કંટાળીને આખરે યુવકે જિંદગી ટૂંકાવી લીધી હતી. બનાવને પગલે યુવરાજના પરિવારજનો અને નેપાળી સમાજે ભેગા મળીને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરી ન્યાય અપાવવાની ઉગ્ર માંગ કરી છે.






