મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : રાપર સબ જેલમાં ત્રણ આરોપી મોબાઈલનો ઉપયોગ કરતા ઝડપાયા

કચ્છની રાપર સબ જેલમાં બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન

કચ્છની રાપર સબ જેલમાં બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાત્રે આચરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ત્રણ રીઢા બૂટલેગર પ્રતિબંધિત મોબાઈલ ફોન વાપરતા ઝડપાયા છે. બેરેક નંબર-2માં કેદ દેવેન્દ્ર ઉર્ફે દેવો કાપડીની થેલીમાંથી એક મોબાઈલ મળી આવ્યો હતો. તેની સાથે અનોપસિંહ રાઠોડ અને નવજોત રાજગોર પણ મોબાઈલનો ઉપયોગ કરતા હતા. રાપર પીઆઈ આર.એલ. ખટાણાના વડપણ હેઠળની આ કાર્યવાહીમાં ત્રણેય વિરુદ્ધ પ્રતિબંધિત વસ્તુ રાખવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો