VIDEO : જામનગર મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવવાની ધમકી
જામનગર મહાનગરપાલિકામાં આજે સવારે અફરાતફરી મચી ગઈ હતી. સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી મુકેશ વરણવાને

જામનગર મહાનગરપાલિકામાં આજે સવારે અફરાતફરી મચી ગઈ હતી. સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી મુકેશ વરણવાને ઈમેલ દ્વારા પાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકી મળતા જ વહીવટી તંત્ર તાત્કાલિક એલર્ટ થઈ ગયું હતું. સાવચેતીના ભાગરૂપે આખું કમ્પાઉન્ડ અને બિલ્ડિંગ તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર પરિસરનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને પોલીસ આ ઈમેલ મોકલનારની શોધખોળ કરી રહી છે.




