મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહીસાગરમાં ત્રીજી આંખ રાખશે નજર, ચેકપોસ્ટથી લઈને મહત્વના સ્થળે કેમેરા લગાવાશે

મહીસાગર જિલ્લામાં શાંતિ સુરક્ષા અને સલામતી માટે આધુનિક ટેક્નોલોજીની સેવા શરૂ કરવામાં આવી

મહીસાગરમાં ત્રીજી આંખ રાખશે નજર, ચેકપોસ્ટથી લઈને મહત્વના સ્થળે કેમેરા લગાવાશે

મહીસાગર જિલ્લામાં શાંતિ સુરક્ષા અને સલામતી માટે આધુનિક ટેક્નોલોજીની સેવા શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં પોલીસ ચાંપતી નજર રાખવા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ -2નું ખાતમુહૂર્ત બાલાસિનોર ખાતે કરવામાં આવ્યું છે. આ કેમેરા દ્વારા તમામ મહત્વના સ્થળો પર ત્રીજી આંખ નજર રાખશે.

આ પણ વાંચોઃ સુરતની સ્મીમેરની બોયઝ હોસ્ટેલ ફરી વિવાદમાં, બાલ્કનીમાં તાપણું કરતાં દેખાયા સ્ટુડન્ટ

બાલાસિનોરમાં કેમેરા લગાવાશે

મહીસાગર જિલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-2માં સીસીટીવી કેમેરા લગાવાશે. મહીસાગર જિલ્લામાં આવેલી રાજેસ્થાન બોર્ડર પર બાજ નજર રાખવા 4 ચેક પોસ્ટ પર 19 કેમેરા લગાવાશે. બાલાસિનોરમાં 13 લોકેશન પર 56 કેમેરા લગાવવામાં આવશે. જિલ્લા મુખ્ય મથક લુણાવાડામાં 12 લોકેશન પર 35 કેમેરા લગાવવામાં આવશે. જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ બાજ નજર રાખવામાં આવશે.

આ સમાચાર શેર કરો