મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ફ્લિપકાર્ટમાંથી ખરીદી કરવી યુવકને ભારે પડી, પાર્સલ ખૂલતાની સાથે જ...

ઓનલાઈન શોપિંગના આ જમાનામાં હવે છેતરપિંડીની ઘટનાઓ જાણે સામાન્ય બનત

ફ્લિપકાર્ટમાંથી ખરીદી કરવી યુવકને ભારે પડી, પાર્સલ ખૂલતાની સાથે જ...

ઓનલાઈન શોપિંગના આ જમાનામાં હવે છેતરપિંડીની ઘટનાઓ જાણે સામાન્ય બનતી જતી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઈન ખરીડી કરતાં વ્યક્તિઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

સાબરકાંઠાના વડાલી શહેરમાં ગ્રાહકે ફ્લિપકાર્ટમાંથી એક બાથટબનો ઓર્ડર કર્યો હતો. જે માટે તેમનો ઓર્ડર આવ્યા બાદ ડિલિવરીબોયને તેમના ઓર્ડરના 5,499 રૂપિયા ચૂકવાયા હતા. પાર્સલ ખૂલતાની સાથે જ તેમાંથી બાથટબની જગ્યાએ લાકડા અને રબ્બરના ટુકડા નીકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો.

ગ્રાહકને છેતરપિંડીની જાણ થતાં જ તેણે ફ્લિપકાર્ટ વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હત. આ ઘટના બાદ ઓનલાઈન ખરીદી કરનાર ગ્રાહકોમાં ફફડાટ જોવા મળ્યો છે.

આ સમાચાર શેર કરો