ખાન નદીમાં ચેકડેમ પરથી વહેતું પાણી બન્યું આકર્ષણનું કેન્દ્ર
વરસાદી માહોલ વચ્ચે દાહોદ નજીક આવેલી ખાન નદીમાં નવા નીર આવતા નદી બે કાંઠે
વરસાદી માહોલ વચ્ચે દાહોદ નજીક આવેલી ખાન નદીમાં નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. ખાન નદીના ચેકડેમ ઉપરથી પાણી વહેતા સુંદર દૃશ્યો સર્જાયા છે, જેને નિહાળવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. નદીમાં પાણીની આવક વધતા આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી જળસ્તર વધતા ખેતી માટે પણ નવી આશા જાગી છે. કુદરતી નજારો માણવા માટે સ્થાનિક લોકો નદી કિનારે પહોંચી રહ્યા છે.




