મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:વિડિયો બન્યો મહત્વનો પુરાવો, સાવકા પિતાને જેલની સજા

અમદાવાદ વિશેષ પોક્સો અદાલતે સગીર દીકરી પર જાતીય અત્યાચાર કરનાર સાવકા પિતાને 7

અમદાવાદ વિશેષ પોક્સો અદાલતે સગીર દીકરી પર જાતીય અત્યાચાર કરનાર સાવકા પિતાને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આરોપીને 10  હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. 14 વર્ષની સગીરાએ ઓઢવ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પડોશી મહિલાએ હિંમત આપીને હેરાનગતિનો વીડિયો બનાવ્યો હતો, જે કેસમાં મહત્વનો પુરાવો સાબિત થયો. કોર્ટે 12 સાક્ષીઓ અને 31 પુરાવાઓના આધારે ચુકાદો આપ્યો છે. પીડિતાને માનસિક યાતના બદલ 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. પડોશીની સતર્કતાથી સગીરાને ન્યાય મળ્યો છે.

આ સમાચાર શેર કરો