ખેડૂત આંદોલન રંગ લાવ્યું! જંત્રી ભૂલી જાવ, વીજ ટાવર લાઈનના વળતર પર સરકારે કરી દીધી મોટી જાહેરાત!
રાજ્યમાં છેલ્લા કેટલાક

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વીજ ટાવર લાઈનને લઈને ચાલી રહેલા ખેડૂતોના વિરોધ વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈટેન્શન લાઈનના વળતરમાં વધારો કરાયો છે.
રાજ્યમાં ખેડૂતો દ્વારા વીજ ટાવર લાઈનના યોગ્ય વળતરને લઈને સતત રજૂઆત અને વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારના પ્રવક્ત મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વીજ પોલમાં હવે જંત્રીને બદલે જમીનના વર્તમાન બજારભાવના બમણા દરે ખેડૂતોને વળતર ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. આ ભાવ નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટીની ચરના કરાશે. જેમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, જિલ્લા કલેકટર સહિતના વ્યક્તિનો કમિટીમાં સમાવેશ કરાશે.




