VIDEO/ Surendranagarમાં કચ્છને જોડતો એકમાત્ર બ્રિજ બંધ તો ડાયવર્ઝન આપેલ બ્રિજ પરના જોઈન્ટ છુટા પડ્યા
Surendranagar News: સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. સુરેન્દ્રનગર અને કચ્છને જોડતો એકમાત્ર બ
Surendranagar News: સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. સુરેન્દ્રનગર અને કચ્છને જોડતો એકમાત્ર બ્રિજ બંધ કરવામાં આવ્યા બાદ ડાયવર્ઝન આપેલા બીજા બ્રિજ ઉપર પણ જોઈન્ટ છુટા પડી ગયા હોવાનું સામે આવ્યું છે. દુધરેજ કેનાલ પર આવેલા બ્રિજ પર 10 ફૂટનું ગાબડું પડ્યા બાદ બ્રિજ બંધ કરાયો છે. તંત્રએ આપેલા ડાયવર્ઝન વાળા અન્ય બ્રિજ પર પણ જોઈન્ટ છુટા પડી ગયા છે.
એસ.ટી બસ, ડમ્પરો તેમજ સ્કૂલ વાહન, પેસેન્જર વહાન તથા બાઈક અને કાર સહિતના વાહનો આ જોઈન્ટ છુટ્ટા પડી ગયેલા બ્રિજ પરથી પસાર થાય છે. બ્રિજના જોઈન્ટ છુટા પડવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ડાઇવર્જન આપેલ બ્રિજ પરથી વહાન ચાલકો જીવના જોખમે પસાર થાય છે. તાત્કાલિક ડાયવર્ઝન આપેલા બ્રિજ બંધ કરી અન્ય વ્યવસ્થા કરવા માટેની માંગ ઉઠી છે.



