મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પૂર્વ CM વિજય રૂપાણીના નિધનને લીધે આવતીકાલે રાજ્યવ્યાપી શોકને લીધે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે

Ahmedabad Plane Crash: ગુજરાત

પૂર્વ CM વિજય રૂપાણીના નિધનને લીધે આવતીકાલે રાજ્યવ્યાપી શોકને લીધે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે

Ahmedabad Plane Crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું 12 જૂન, 2025ના રોજ નિધન થયું હતું. તેમના અવસાનથી રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે. ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન, 2025 (સોમવાર) ના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે.

શોકના આ દિવસ દરમિયાન, રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ ઉપરાંત, શોકના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર 16 જૂન, 2025 (સોમવાર)ના રોજ રાજકોટ ખાતે કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો