મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સૌરાષ્ટ્રના વેરાવળ-ઊના વચ્ચે આવેલા ટોલનાકાનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો

સૌરાષ્ટ્રના વેરાવળ-ઊના વચ્ચે આવેલા 40 કિલોમીટરમાં કુલ બે ટોલનાકાનો મ

સૌરાષ્ટ્રના વેરાવળ-ઊના વચ્ચે આવેલા ટોલનાકાનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો

સૌરાષ્ટ્રના વેરાવળ-ઊના વચ્ચે આવેલા 40 કિલોમીટરમાં કુલ બે ટોલનાકાનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. 60 કિલોમીટરના બદલે 40 કિલોમીટરમાં ટોલનાકા ધમધમતા જૂનાગઢ જિલ્લાના એક નાગરિકે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. ટોલનાકા અંગે કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રીએ આપેલા આદેશનો ઉલાળિયો કર્યાનો આક્ષેપ મૂક્યો હતો. ટોલનાકા બંધ કરાવવા અરજદારે કોર્ટમાં ધા નાખી હતી. દ્વારકા-ભાવનગર હાઈવે પર આવેલા ટોલનાકાના નામે કરાતી ઉઘાડી લૂંટથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જાહેરહિતની અરજીમાં એવો આક્ષેપ મૂકાયો છે કે, ટોલનાકાનું કામ ચાલુ હોવા છતાં ટોલ ઉઘરાવાઈ રહ્યો છે. હજી રસ્તાનું કામ પણ ચાલુ છે છતાં તંત્ર દ્વારા ઉઘરાણા ચાલુ કરાયા છે. જેથી જૂનાગઢના જાહેરહિતની અરજદારે પિટીશનમાં એવી માંગ કરી છે કે, ચાર માસમાં જે વાહનચાલકો પાસેથી નાણાં ઉઘરાવ્યા છે તેને પરત કરવા જોઈએ. ગીર-સોમનાથમાં બે ટોલનાકામાંથી એકને બંધ કરવાની પીઆઈએલમાં માંગ કરાઈ છે. ગીર-સોમનાથમાં નિયમ વિરુદ્ધ ટોલનાકા બન્યાની હાઈકોર્ટમાં પિટીશન કરનારે રજૂઆત કરી હતી.

આ સમાચાર શેર કરો