રાજ્યમાં સિંહ અને બાળસિંહના મૃત્યુદરમાં વધારો ચિંતાજનક, વિધાનસભા ગૃહમાં સરકારનો સ્વીકાર
વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યમાં સિંહના મ

વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યમાં સિંહના મૃત્યઆંક અંગે સવાલ પૂછ્યા હતા. જ્યાં સરકારે સિંહના મૃત્યુદરમાં થયેલો વધારો સ્વીકાર્યો. જેની સાથે મૃત્યુ પણ જાહેર કર્યા જે ખૂબ જ ચોંકાવનારા છે.
બે વર્ષમાં રાજયમાં 250થી વધુ સિંહના મૃત્યુ
ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં સિંહના મૃત્યુદરમાં વધારાય અંગે સરકારને સવાલ પૂછ્યા હતા. જેના જવાબમાં સરકારે સિંહના મૃત્યુ આંકમાં વધારો થયો હોવાનો સ્વીકાર કર્યાની સાથે જ ચોંકાવાનારા આંકડા પણ જાહેર કર્યા જે ખૂબ જ ચોંકાવનારા છે. જેમાં બે વર્ષમાં રાજ્યમાં 265 સિંહ અને બાળસિંહના મૃત્યુ થયા હતા. 102 સિંહ તથા 126 સિંહબાળના કુદરતી મૃત્યુ થયા હતા. જ્યારે 41 સિંહ અને 17 બાળસિંહના અકુદરતી મૃત્યુ થયા હતા. વર્ષ 2023માંઆ 121 તો વર્ષ 2024માં 165 સિંહ અને બાળસિંહના મૃત્યુ થયા હતા.
બે વર્ષમાં 450થી વધુ દીપડાના મૃત્યુ નોંધાયા
રાજ્યમાં 2 વર્ષમાં 456 દીપડા અને બાળદીપડાના મૃત્યુ થયા હતા. જેમાં 201 દીપડા તો 102 બાળદીપડાના બચ્ચાના કુદરતી મૃત્યુ થયા હતા. તદ્દઉપરાંત 115 દીપડા અને 38 બાળદીપડાના અકુદરતી મૃત્યુ થયા હતા. એમ વર્ષ 2023 માં 225 તો વર્ષ 2024માં 231 દીપડાના મૃત્યુ થયા હતા. આ આંકડાઓની સાથે જ સરકારે મૃત્યુદર ઘટાડવા લીધેલા પગલાની વિગતો જાહેર કરી હતી.



