દિલ્હીથી દમણ આવી રહેલી ફ્લાઈટ ડાઈવર્ટ કરાઈ
દિલ્હીથી દમણ આવી રહેલી ફ્લાઈટને અમદાવાદ ડાઈવર્ટ કરાઈ હતી. વલસાડ જિલ્લા સહિત કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં હા
દિલ્હીથી દમણ આવી રહેલી ફ્લાઈટને અમદાવાદ ડાઈવર્ટ કરાઈ હતી. વલસાડ જિલ્લા સહિત કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ ખરાબ હવામાનના કારણે દિલ્હીથી દમણ આવી રહેલી 'એલાયન્સ એર'ની ફ્લાઇટ દમણ એરપોર્ટ પર લેન્ડ થઈ શકી નહોતી અને તેને અમદાવાદ ડાયવર્ટ કરવી પડી હતી. નમો એરપોર્ટ શરૂ થયા બાદ પ્રથમ વાર દિલ્હીથી દમણ આવી રહેલી ફ્લાઇટ સાથે આ ઘટના બની છે, જેના કારણે પ્રથમ વાર આ રૂટ પર મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને કડવો અનુભવ થયો છે. ફ્લાઇટ અમદાવાદ લેન્ડ થતાં દમણ આવતા મુસાફરો અટવાઈ પડ્યા હતા..




