VIDEO:"દિલ્હીથી બંગાળ સુધી દોડશે બુલેટ ટ્રેન, 22 કલાકની સફર હવે 7 કલાકમાં!"
સોર્સ : GSTV
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દિલ્હીથી બીજી બુલેટ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ બુલેટ ટ્રેન દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર થઈને બંગાળ જશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન હાઇ-સ્પીડ કોરિડોર પછી આ નવા રૂટ પર કામ શરૂ થશે. આ બુલેટ ટ્રેન દિલ્હીને લખનઉ, વારાણસી અને પટના જેવા મુખ્ય શહેરો સાથે જોડશે અને બંગાળના સિલિગુડી પહોંચશે. આનાથી રાજધાની અને દુરંતો જેવી ટ્રેન દ્વારા દિલ્હીથી કોલકાતા સુધીની વર્તમાન 20-22 કલાકની મુસાફરી ઘટીને ફક્ત 6-7 કલાક થઈ જશે. અશ્વિની વૈષ્ણવે કોલકાતાની મુલાકાત દરમિયાન દિલ્હી-સિલિગુડી હાઇ-સ્પીડ કોરિડોરની જાહેરાત કરી. રેલવે મંત્રીએ પશ્ચિમ બંગાળમાં 1 લાખ કરોડના રેલ્વે પ્રોજેક્ટને વેગ આપવાની પણ જાહેરાત કરી.

