મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાકી શાળાનું સપનું અધૂરું, કાચા ઝૂંપડામાં ભણવા મજબૂર બાળકો

ગુજરાત-મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર સરહદે આવેલા રાજ્યના છેલ્લા ગામ હાંફેશ્વ

ગુજરાત-મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર સરહદે આવેલા રાજ્યના છેલ્લા ગામ હાંફેશ્વરમાં શિક્ષણની દયનીય સ્થિતિ જોવા મળી છે. ધોરણ ૧ થી ૫ની સરકારી શાળા છેલ્લા આઠ વર્ષથી કાચા ઝૂંપડામાં ચાલી રહી છે. ઝૂંપડામાં વીજળી, પીવાનું પાણી કે રમતગમતની કોઈ સુવિધા નથી. નળિયાની છત અને કાચી દીવાલોવાળા આ મકાનમાં ચોમાસામાં પાણી પડે છે અને જીવજંતુઓનો ડર રહે છે. આદિવાસી બાળકોએ જોખમી રસ્તે પહોંચીને અભ્યાસ કરવો પડે છે. આઠ વર્ષ પહેલાં શાળા મકાન મંજૂર થયું હોવા છતાં જમીન ન મળવાથી નિર્માણ અટક્યું છે. હાલમાં માત્ર ૧૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલીઓએ તાત્કાલિક પાકી શાળાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો