Video: નળસરોવરમાં ‘થેક’ કાઢવાની મોસમ, કિલોના મળી રહ્યા છે 1 હજાર રૂપિયા

સુરેન્દ્રનગર જિલ્લાના નળસરોવર અને તેની આસપાસના રાણાગઢ, કઠેચી સહિતના દસ જેટલા ગામોના તળાવો અને ડેમોમાંથી થેક કાઢવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. નળસરોવરમાં ઉત્પાદિત થતી આ થેક સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે અને ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશ સુધી તેનું સપ્લાય કરવામાં આવે છે. આ વ્યવસાય સાથે જોડાયેલા એક હજાર થી વધુ પરિવારોના લોકો અત્યંત મુશ્કેલી વચ્ચે પાણીમાં કલાકો સુધી પડી રહીને એક-એક દાણો પાણીની અંદરથી વીણીને બહાર કાઢે છે. ત્યારબાદ તેને શેકીને વ્યવસ્થિત બનાવીને ગામમાં જ તેનું વેચાણ કરવામાં આવે છે.








