મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ચપ્પલ પહેરીને કાર ચલાવતા હો તો ચેતી જજો, તમારી સાથે પણ થઈ શકે છે આવું

VALSAD NEWS : આજકાલ ઘણા લોકો કાર ચલાવતા સમયે ચપ્પલ પહેરે છે, જો કે ચપ્પલ પહેરીને કાર ચલાવવું ઘાતક બની શકે છે, ત્યાં સુધી કે તમા

VIDEO : ચપ્પલ પહેરીને કાર ચલાવતા હો તો ચેતી જજો, તમારી સાથે પણ થઈ શકે છે આવું

VALSAD NEWS : આજકાલ ઘણા લોકો કાર ચલાવતા સમયે ચપ્પલ પહેરે છે, જો કે ચપ્પલ પહેરીને કાર ચલાવવું ઘાતક બની શકે છે, ત્યાં સુધી કે તમારી કારનો અકસ્માત પણ થઇ શકે છે. વલસાડના ઉમરગામમાં એક શખ્સ સાથે આવું થયું છે. 

વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકા વિસ્તારના મુખ્ય માર્ગ પર એક થાર કાર ડ્રાઇવરના હાથમાંથી બેકાબૂ બની ગઈ અને ડીવાયડર પર ચડી ગઈ હતી. નોર્મલ ગતિએ  થાર કાર મુખ્ય માર્ગ પર આવતાની સાથે એટલી ગતિ પકડી હતી કે એ સીધી ડીવાયડર  પર ચડી ગઈ હતી, જેના સીસીટીવિ વિડીઓ સામે આવ્યા છે.

મળતી જાણકારી મુજબ  થાર કાર ચલાવનારે ચપ્પલ પહેર્યા હતા અને એક ચપ્પલ તૂટી જતા તે ફસાઈ ગયું હતું અને આ ઘટના ઘટી હતી. ચપ્પલ પહેરીને કાર ચલાવવી કેટલું જોખમભર્યું છે એ આ ઘટનાના વીડિયો પરથી જાણી શકાય છે. જુઓ આ વીડિયો  - 

આ સમાચાર શેર કરો