મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારીના ચીખલીમાં રોડ પર જ ટેમ્પોમાં લાગી આગ, 30 મરઘા જીવતા ભૂંજાયા

આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉનાળાના આગમનની સાથે ઘર-દુકાન કે કંપનીઓમાં આગ વધી રહી છે. સાથે સાથે વાહનોમાં પણ

નવસારીના ચીખલીમાં રોડ પર જ ટેમ્પોમાં લાગી આગ, 30 મરઘા જીવતા ભૂંજાયા

આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉનાળાના આગમનની સાથે ઘર-દુકાન કે કંપનીઓમાં આગ વધી રહી છે. સાથે સાથે વાહનોમાં પણ આગના બનાવો વધ્યા છે. ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ટાંકલ ચાર રસ્તા નજીક મધ્યરાત્રે એક ગંભીર ઘટના સામે આવી છે. નાસિકથી વડોદરા બોઇલર મરઘા લઈ જતા ટેમ્પાની કેબિનમાં અચાનક આગ લાગી હતી. 

150થી વધુ મરઘાને બચાવાયા

આ દુર્ઘટનામાં 30થી વધુ મરઘાઓ મોતને ભેટ્યા હતા. જો કે, ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી 150થી વધુ મરઘાઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. ગણદેવી નગરપાલિકાના ફાયર ફાઈટરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. 

શોર્ટ સર્કિટથી લાગી આગ

પ્રાથમિક તપાસમાં ટેમ્પામાં ટેકનિકલ ખામીના કારણે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન છે. આ ઘટનામાં ટેમ્પા ચાલકને મોટું આર્થિક નુકસાન થયું છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ માનવ હાનિ થઈ નથી.

આ સમાચાર શેર કરો