મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: તળાજામાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી, યુવક પર જીવલેણ હુમલો

સોર્સ: gstv

 ભાવનગરના તળાજામાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પાવથી ગામના જિગ્નેશભાઈ ખસિયાએ એક વર્ષ પહેલાં અનિલભાઈ હાજરા અને કરણભાઈ સહિતના શખ્સો પાસેથી દસ ટકા વ્યાજે ૫૦ હજાર રૂપિયા લીધા હતા. વ્યાજ સહિત પૂરેપૂરી રકમ પરત ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરીને વધુ એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. રૂપિયા આપવાની ના પાડતાં વ્યાજખોરોએ ઘરમાં ઘૂસી પાઇપ અને ધોકા વડે જિગ્નેશભાઈ પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ભયાનક હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવકે પોલીસ મથકે પહોંચી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી ન્યાય અપાવવા ગુહાર લગાવી છે.

આ સમાચાર શેર કરો