Video: ધોળકામાં "વોટ ચોર ગદ્દી છોડ" અભિયાન હેઠળ યુવક કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ

અમદાવાદના ધોળકામાં યુવક કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. વોટ ચોર, ગદ્દી છોડ અભિયાન હેઠળ કલિકુંડ ચાર રસ્તા ખાતે જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ ની આગેવાનીમાં કાર્યકરોએ ધામા નાખ્યા હતા. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ જ્ઞાનેશ કુમારના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કરતા પોલીસે પૂતળું જપ્ત કરી લીધું હતું. પૂતળા દહન રોકાતા પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ભારે બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ પ્રવિણસિંહ વણોલ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.








