મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video:દિવાળી ટાણે દમણમાં ભેળસેળયુક્ત ઘીનું કૌભાંડ ઝડપાયું, ૮.૨ ટન ઘી જપ્ત કરી ફેક્ટરી સીલ

સોર્સ: gstv

દિવાળીના તહેવારો ટાણે જ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ભેળસેળયુક્ત ઘીનું મોટું કૌભાંડ ઝડપાયું છે. દમણના રિંગણવાડામાં આવેલી સાવતા ફૂડ પ્રોડક્ટ્સ ફેક્ટરી પર તંત્રએ દરોડા પાડીને ૮,૨૨૪ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. સુકૂન બ્રાન્ડના નામે ગાયના શુદ્ધ ઘી તરીકે વેચાતા આ ઘીની લેબ તપાસમાં RM વેલ્યુ ૨૪ના બદલે માત્ર ૧ પોઈન્ટ ૩૨ નોંધાઈ હતી, જેમાં વનસ્પતિ તેલ અને પામ ઓઇલની ભેળસેળ કરાતી હતી. આ ઘી દમણ ઉપરાંત ગુજરાત અને અન્ય રાજ્યોમાં સપ્લાય થતું હોવાનું સામે આવ્યું છે. ફેક્ટરીમાં ગંદકી અને ફૂડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ લાયસન્સ રદ કરીને ફેક્ટરીને તાળા મારી દેવાયા છે.

આ સમાચાર શેર કરો