Video: સુરત સાયબર ક્રાઈમનો મોટો પર્દાફાશ: ચાઈનીઝ કનેક્શન ધરાવતા ૪૧૦ કરોડના આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં બે ઝડપાયા

સુરત શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે ૪૧૦ કરોડથી વધુ રકમનું આંતરરાષ્ટ્રીય રોકાણ કૌભાંડ આચરતી ચાઈનીઝ ગેંગ સાથે જોડાયેલા બે આરોપીઓ અબ્દુલ રહેમાન અને મોહસિન ખાનની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. આરોપીઓએ શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને બનાવટી મોબાઈલ એપ્લિકેશન્સ દ્વારા સુરતના એક વેપારી સાથે ૨૪ લાખથી વધુની ઠગાઈ આચરી હતી, જે અંગે તપાસ કરતા દેશભરમાં નોંધાયેલી ૩૩૮ જેટલી ફરિયાદો અને ૯૬ મ્યુલ બેંક એકાઉન્ટ્સનું કનેક્શન સામે આવ્યું છે. મુખ્ય આરોપી અબ્દુલ રહેમાન લિથુઆનિયામાં સિવિલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે અને છેલ્લા એક વર્ષથી દુબઈથી ઓપરેટ થતી ચાઈનીઝ ગેંગના સીધા સંપર્કમાં હતો..આરોપીઓ પાસેથી ૧૬ મોબાઈલ, ૩૦ બેંકિંગ એપ્સ અને ૧૭ ડેબિટ કાર્ડ્સ સહિતનો મુદામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.








