Video: મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં કિશોરોનો હોબાળો, પોલીસે નોંધ્યો ગુનો

મહેસાણાના ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં મોડી રાત્રે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ કિશોરોએ ઓબ્ઝર્વેશન હોમની સરકારી સંપત્તિના કાચ તોડીને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં, તોડેલા કાચના ટુકડાઓ વડે તેમણે પોતાના જ શરીર પર જાતે ઈજાઓ પહોંચાડીને લોહીલુહાણ થઈ હંગામો મચાવ્યો હતો. આ ઘટના દરમિયાન કિશોરોએ ત્યાં હાજર સ્ટાફને ખોટા કેસમાં ફસાવી દેવાની સાથે સાથે આત્મહત્યા કરી લેવાની પણ ખુલ્લી ધમકીઓ આપી હતી. આ સમગ્ર ગંભીર મામલાની જાણ થતાં જ મહેસાણા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને હંગામો મચાવનાર તમામ કિશોરો સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






