મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા: શિક્ષકે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પૂરીને ફટકાર્યા, શરીર પર લાકડીનાં સોળ પડી ગયા

દાંતીવાડા પ્રાથમિક શાળામાં એક શિક્ષકે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પૂરીને ઢોર માર માર્યો હતો. પરિણામે છાત્રોના શ

બનાસકાંઠા: શિક્ષકે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પૂરીને ફટકાર્યા, શરીર પર લાકડીનાં સોળ પડી ગયા

દાંતીવાડા પ્રાથમિક શાળામાં એક શિક્ષકે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પૂરીને ઢોર માર માર્યો હતો. પરિણામે છાત્રોના શરીર ઉપર લાકડીનાં સોળ પડી ગયા હતા. પોલીસે આરોપી શિક્ષક અશોક ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં અશોક ચૌધરી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગત ગરૂવારે આ શિક્ષકે ધોરણ 8 અ, બ, અને કના વર્ગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભેગા કર્યા હતા. બાદમાં શિક્ષકે લાકડીથી વિદ્યાર્થીઓને માર માર્યો હતો. એવો ઢોર માર માર્યો હતો કે, કેટલાક વિદ્યાર્થીઓના શરીર પર લાકડીનાં સોળ પડી ગયા હતા. જે પૈકી અમુક વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

જોકે, આ શિક્ષકે ક્યાં કારણે વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો તેનું કારણ સામે આવ્યું નથી. બીજી તરફ વિદ્યાર્થીઓના વાલીઓએ આ બનાવ અંગે દાંતીવાડા પોલીસ મથકે જઈ કાર્યવાહી કરવાની માગ કરી હતી. પોલીસે આરોપી શિક્ષક અશોક ચોધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો