તથ્ય પટેલને એક વર્ષ બાદ મળ્યા જામીન, કોર્ટે રાખી આ શરત
અમદાવાદ : તથ્ય પટેલને એક વર્ષ બાદ મળ્યા હંગામી જામીન મળ્યા છે. માત્ર એક દિવસ માટે પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર

અમદાવાદ : તથ્ય પટેલને એક વર્ષ બાદ મળ્યા હંગામી જામીન મળ્યા છે. માત્ર એક દિવસ માટે પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર થયા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન અરજી ગ્રાહ્ય રાખી છે. દાદાના મરણક્રિયાના કારણોસર તથ્ય પટેલે જામીન માંગ્યા હતા. દાદાની અંતિમવિધી બાદ જેલમાં પરત લઇ જવા કોર્ટે આદેશ આપ્યો છે.
19 જુલાઈ, 2023ની મધરાત્રે તથ્યપટેલે અકસ્માત સર્જયો
19 જુલાઈ, 2023ની મધ્યરાત્રિના અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર થયેલા એક અકસ્માતને લઈને ભીડ એકઠી થઈ હતી. આ સમયે ભારે ગતિથી આવેલી જેગુઆર કારચાલકે ભીડને અડફેટમાં લીધી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, જેમાં 9 લોકોના મોત નિપજ્યા હતા.
ઘટના શું હતી અને કઈ કઈ કલમો હેઠળ કેસ દાખલ કરાયો હતો
ઉલ્લેખનીય છે કે 19 જુલાઈ, 2023ની મોડી રાત્રે અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે ઘણાં લોકો જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તથ્ય હાલ સાબરમતી જેલમાં કેદ છે. આ કેસમાં આરોપી તથ્ય પટેલ સામે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2), 114, 188 મોટર વ્હીકલ એક્ટ 177, 184, 134B મુજબ ગુનો દાખલ થયો હતો.
તથ્ય પટેલ અને તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની કરી હતી ધરપકડ
સમગ્ર મામલે એસ.જી. 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તથ્ય પટેલ અને તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જુદી જુદી કલમો હેઠળ પોલીસે ધરપકડ કરી હતી.






