Tapi: નહેરમાં પગ લપસતાં 21 વર્ષીય યુવકનું મોત, ઘેરીયાવાવ ગામની સીમમાંથી મળ્યો મૃતદેહ

સોર્સ : GSTV
તાપી જિલ્લાના વ્યારા શહેરમાં નાકા નજીક આવેલી નહેરમાં હાથ પગ ધોવા ગયેલા 21 વર્ષના યુવકનો પગ લપસી જતા તેનું મોત નિપજ્યું હતું. વ્યારા તાલુકાના ઘેરીયાવાવ ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકનું નામ સ્નેહલ ગામીત હોવાનું સામે આવ્યું છે, ત્યારે મૃતક સ્નેહલ ગામીતનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

