Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : In Bedaraipura village, water tanks and serpents are like ornaments, the condition of the people is miserable due to lack of water

Tapi news: બેડારાયપુરા ગામે પાણીની ટાંકી-સંપ શોભાના ગાંઠિયા સમાન, પાણીના અભાવે લોકોની હાલત કફોડી

Timeછેલ્લું અપડેટ : 13 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Tapi news: બેડારાયપુરા ગામે પાણીની ટાંકી-સંપ શોભાના ગાંઠિયા સમાન, પાણીના અભાવે લોકોની હાલત કફોડી
સોર્સ : GSTV

Tapi news: તાપી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની વરવી વાસ્તવિકતા સામે આવી છે.ડોલવણ તાલુકાના બેડારાયપુરા ગામે પાણી પુરવઠા વિભાગે સંપ અને ટાંકી તો બનાવી દીધી પણ પાણી જ નહીં પહોંચ્યું જેને લઈ ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે.

App Store

મળતી માહિતી અનુસાર, તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકોને પાણી મળી રહે એ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા અલગ-અલગ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે.પરંતુ કેટલાક વિસ્તારમાં માત્ર કાગળ પર કામગીરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જેમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા લાખોના ખર્ચે ટાંકી અને સંપ અંદાજે 15 વર્ષ પહેલા ડોલવણ તાલુકાના બેડારાયપુરા ગામના કેવડી ફળિયામાં બનાવવામાં આવ્યો હતો. જેમાં પાણી નહીં પહોંચતા જે જર્જરિત હાલતમાં હોય જેને લઈ ફરી અંદાજે ત્રણ વર્ષ પહેલા ત્યાં નજીકમાં બીજો સંપ બનાવવામાં આવ્યો હતો. જોકે તેમાં પણ પાણી અત્યાર સુધી પહોંચ્યું નથી. જેને લઈ ગ્રામજનોની વારંવારની રજૂઆત પોકળ સાબિત થઈ છે. ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા માત્ર સરકારી નાણાંનો વ્યય કરી સંપ અને ટાંકી તો બનાવી દીધી પણ પાણી જ નહીં પહોંચતા જર્જરિત થઈ રહ્યા છે. ત્યારે ગ્રામજનો સંપમાં પાણી આવે એની રાહ જોઈ બેઠા છે.