VIDEO: પાલનપુરના ચંડીસર GIDCમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 3 જુદાજુદા ગોડાઉનમાં દરોડા
VIDEO: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુરની ચંડીસર GIDCમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ મોડી રાત્રે ત્રાટક્યું હતું. જે બાદ ત્રણ અલગ અલગ ગોડાઉનમાં દરોડા પાડયા હતા. જ્યાં ત્રણેય ગોડાઉનના બહારના ભાગમાં ઘી ભરવાના ખાલી ડબ્બાઓ અને બોક્સનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. આ તમામ ગોડાઉનને તાળાં લાગેલા હોવાથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થાનિક પોલીસ બોલાવીને ગોડાઉન ખોલાવીને અંદર રહેલું શંકાસ્પદ ઘીનો જથ્થો
જપ્ત કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, પાલનપુર શહેરના સીમાડે આવેલા ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આકરાં પગલાં લીધા હતા. અધિકારીઓ ત્રણ જુદાજુદા ગોડાઉન પહોંચીને પોલીસને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. આ અંગેની જાણ થતા ગોડાઉન પરથી માલિકો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જે બાદ સ્થાનિક પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સઘન તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ફેકટરીમાં લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. નોંધનીય છે કે, અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી 35 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયું હતું.

