Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Inauguration of newly constructed court building in Uchchal in the presence of Deputy CM Harsh Sanghvi

Tapi news: ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની હાજરીમાં ઉચ્છલમાં નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન

Timeછેલ્લું અપડેટ : 09 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Tapi news: ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની હાજરીમાં ઉચ્છલમાં નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન
સોર્સ : GSTV

Tapi news: રાજ્યના નાયબ મુખ્યમંત્રી આજે તાપીના પ્રવાસે પહોંચ્યા હતા. તેમને ગાર્ડ ઑફ ઓનર આપી નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉચ્છલ ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર હર્ષ સંઘવી તાપીના પ્રવાસે આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ અંદાજે સાડા 7 કરોડથી વધુની રકમથી બનેલી કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરી કોર્ટ બિલ્ડિંગની મુલાકાત લીધી હતી, બાદમાં તાપી જિલ્લા ખાતે નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ જન જાગૃતિ સભા ડોલવણ ખાતે સંબોધી હતી. તેમણે આદિવાસી બોલીમાં કેટલાક અંશનું સંબોધન બોલી ઉપસ્થિત આદિવાસી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.

App Store

રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવણીએ જણાવ્યું કે, આગામી 15 તારીખે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિતે દેડિયાપાડા ખાતે મોટો કાર્યક્રમ યોજાશે એમ જણાવ્યું. આ કાર્યક્રમ દરમ્યાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહશે.તેમને વધુમાં જણાવ્યું કે બીજેપી સરકાર હંમેશા આદિજાતિ લોકો સાથે છે, બે-ત્રણ દાયકા પહેલા ભગવાન બિરસા મુંડાને કોઈ સરકારે યાદ ન કર્યું હતું, તે બીજેપી સરકારે સાર્થક કરી આજે ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસની ઉજવણી કરે છે.