Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Police rushed to the spot after human skull found in Dhari's Waghapara school complex

Amreli news : ધારીના વાઘાપરાની શાળા સંકુલમાંથી માનવ ખોપરી મળી આવતા પોલીસ દોડતી થઈ

Timeછેલ્લું અપડેટ : 08 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Amreli news : ધારીના વાઘાપરાની શાળા સંકુલમાંથી માનવ ખોપરી મળી આવતા પોલીસ દોડતી થઈ
સોર્સ : GSTV

Amreli news : અમરેલીના ધારીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધારીના વાઘાપરાની પ્રાથમિક શાળાના પરિસરમાંથી એક માનવ કંકાલની ખોપરી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં ધારી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

App Store

ધારી પોલીસે FSLની ટીમને જાણ કરી છે અને માવન કંકાલની ખોપરી મળી આવવા મામલે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વાઘાપરાની પ્રાથમિક શાળાના પાછળ સ્મશાન આવેલું છે. શાળા પરિસરમાં માવન કંકાલ કેવી રીતે આવ્યું, કંકાલની ઓળખ અને મૃત્યુનું સાચું કારણ જાણવા સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.