VIDEO: વાલોડના શાહપોરમાં ધોધમાર વરસાદથી કોતરના પાણી માર્ગો પર ફરી વળ્યા
સોર્સ : gstv
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શાહપોર ગામમાંથી પસાર થતી કોતરના પાણી રોડ પર ફરી વળતા વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને શાહપોર ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર નજીક અને નનસાડ ગામ તરફ જતા માર્ગ પર પાણી ભરાઈ ગયા છે, જ્યારે ગોડાઉન તરફનો માર્ગ બંધ થઈ ગયો છે.સ્થાનિકોના આક્ષેપ મુજબ, હાલમાં જ બનેલી ગટર લાઈનની નબળી કામગીરી અને ગ્રામ પંચાયતની માત્ર કાગળ પર રહેલી પ્રી-મોન્સૂન કામગીરીને કારણે આ નોબત આવી છે. સદનસીબે ઘરોમાં પાણી ન ઘૂસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

