Video: ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી

સોર્સ: gstv

તાપી જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે 'જનજાતિય ગૌરવ સપ્તાહની ઉજવણી થઈ હતી..જે અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ વાલોડના બુહારી ખાતે ધારાસભ્ય મોહન ધોડિયા અને વ્યારા ખાતે ધારાસભ્ય મોહન કોંકણીની અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. તેમજ ઉચ્છલ ખાતે મંત્રી જયરામ ગામીતની હાજરીમાં આ સફાઈ અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. જનજાતિય ગૌરવ સપ્તાહના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ ફેલાવવાનો હતો. આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ જાતે શ્રમદાન કરીને આસપાસના પરિસરને સ્વચ્છ રાખવાનો સંદેશો આપ્યો હતો. આ અભિયાનમાં મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત