Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : broke sbi atm in vyara

તાપી: કાનપુરામાં તસ્કરો SBIના ATMને તોડી 40 લાખ ઉઠાવી ગયા, સ્પ્રે લગાવતો તસ્કર કેમેરામાં કેદ

Timeછેલ્લું અપડેટ : 24 Oct 2024
લાઇવ ટીવીGoogle News
તાપી: કાનપુરામાં તસ્કરો SBIના ATMને તોડી 40 લાખ ઉઠાવી ગયા, સ્પ્રે લગાવતો તસ્કર કેમેરામાં કેદ

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાનપુરા વિસ્તારમાં આવેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ગત મોડી રાત્રે એટીએમ તોડીને તસ્કરોએ અંદાજિત 40 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં તસ્કરો ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે.

App Store

કાનપુરા વિસ્તારમાં આવેલા SBIના એટીએમમાં ચોરી કરવા માટે આવેલી તસ્કરોની ટોળકી એક ટેમ્પોમાં આવી હતી. જેમાં ચોરી કરતા પહેલા સીસીટીવી કેમેરા પર સ્પ્રે લગાવતો તસ્કર કેમેરામાં કેદ થયો છે. સ્પ્રે લગાવ્યા બાદ ચોરીની ઘટના કેમેરામાં કેદ થઈ શકી નહોતી. ત્યારબાદ તસ્કરો ગેસ કટર વડે ગતણતરીની મિનિટોમાં એટીએમ મશીન તોડ્યા બાદ અંદાજિત 40 લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી. ત્યારબાદ તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા.

સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે શહેરના આસપાસના વિસ્તારના નાકાબંધી કરીને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. આ એટીએમ પર કોઈપણ સિક્યુરિટી ગાર્ડ ન હતો, જેનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો હતો. જોકે, જિલ્લા પોલીસે તસ્કરોને પકડવા ધમધમાટ શરૂ કરી દીધો છે.