તાપીમાંથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો, ACB એ ટ્રેપ ગોઠવી લાંચ લેતા રંગે હાથ પકડ્યો

તાપી જિલ્લામાં ACBએ ટ્રેપ ગોઠવી લાંચ લેતા રંગેહાથ વધુ એક લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યો હતો.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકા પંચાયતના TDOને લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડયા હતા. પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ જાહેર શૌચાલય તથા ATVT યોજના હેઠળ પાણીણા કામ કરેલ જેના 6 લાખના બિલ પર સહી કરવા માટે લાંચ માંગી હતી. ત્યારે TDO વી.એન.ડોડીયા 12 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.
તાલુકા વિકાસ અધિકારી તેમની જ ચેમ્બરમાં લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતાં. લાંચિયા અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.

