મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તાપી: ઐતિહાસિક ડોસવાડા ડેમ ઓવરફ્લો, ૧૭ ગામોને એલર્ટ

તાપીના સોનગઢ તાલુકામાં આવેલ ઐતિહાસિક ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં તેના આકાશી દૃશ્યો સામે આવ્યા છે. મી

તસવીર: gstv

તાપીના સોનગઢ તાલુકામાં આવેલ ઐતિહાસિક ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં તેના આકાશી દૃશ્યો સામે આવ્યા છે. મીંઢોળા નદી પર ગાયકવાડી શાસનકાળમાં બનાવાયેલો આ ડેમ વરસાદી પાણીથી છલકાઈ ગયો છે. ડેમમાંથી પાણીની આવક વધતા ડેમ પર નિર્ભર 17 જેટલા ગામોના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં આસપાસના ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાણીની સારી આવકથી ખેતી અને પશુપાલન માટે મોટી રાહત મળશે તેવી આશા જાગી છે.  

આ સમાચાર શેર કરો