VIDEO: તાપી: ડોલવણમાં ધોધમાર વરસાદથી પૂર્ણાનદી બે કાંઠે, તંત્ર દ્વારા સાવચેતીની અપીલ
તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે પૂર્ણાનદીએ રૌદ્ર

તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે પૂર્ણાનદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને નદી બંને કાંઠે વહી રહી છે. નદીમાં નવા નીર આવતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ વધતા જળસ્તરને જોતા વહીવટી તંત્ર દ્વારા નદીના પટમાં ન જવા માટે લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે. આ નદીનું પાણી તાપી થઈને સુરત અને નવસારી તરફ આગળ વધતું હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પણ અસર થવાની શક્યતા છે. હાલ ડોલવણ, વાલોડ અને વ્યારા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે.


