મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે શહેરની તમામ સ્કૂલો ચાલુ, તાલુકાની શાળાઓ જ બંધનો નિર્ણય

રાજ્યના નવસારી જીલ્લા વહીવટી તંત્રની પૂરની સ્થિતિમાં ઉદાસીન વલણ સામે આવ્યું છે. નવસારી જિલ્લાની

નવસારી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે શહેરની તમામ સ્કૂલો ચાલુ, તાલુકાની શાળાઓ જ બંધનો નિર્ણય

રાજ્યના નવસારી જીલ્લા વહીવટી તંત્રની પૂરની સ્થિતિમાં ઉદાસીન વલણ સામે આવ્યું છે. નવસારી જિલ્લાની તમામ 3 નદીઓમાં પૂરની સ્થિતિ છતાં શિક્ષણ કાર્યને લઈ વહીવટી તંત્રનો ઉદાસીન નિર્ણય સામે આવ્યો છે.

જલાલપોર અને નવસારીની તમામ શાળા ચાલુ રાખવાનો નિર્ણય 

જ્યાં જિલ્લામાં ગણદેવી,ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકામાં પૂરની સ્થિતિને લઈ રજા જાહેર કરવામા આવી.જ્યારે જલાલપોર અને નવસારીની તમામ શાળા ચાલુ રાખવાનો નિર્ણય રખાયો.

 વિધાર્થીઓ પાણીમાં ફસાય તો તેની જવાબદારી કોણ લેશે

પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી પર છે જે અને તે વટાવવામાં માત્ર 2 ફૂટ બાકી છે.તેવામા જો સપાટી વધે તો શાળાએ આવતા વિધાર્થીઓ પાણીમાં ફસાય તો તેની જવાબદારી કોણ લેશે. મહત્ત્વનું છે કે 6 દિવસ પેહલા નવસારીમાં આવેલા પુર સમયે પણ તંત્રએ શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યુ હતું, જેને લીધે કેટલાક વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા હતા અને ફાયર જવાનોએ તેમનું રેસ્ક્યું કર્યું હતું.

આ સમાચાર શેર કરો