Mehsana news: નંદાસણમાં 3 મહિનાની બાળકીને વેક્સિન આપ્યા બાદ શંકાસ્પદ મોત
Mehsana news: મહેસાણા જિલ્લામાં આવેલા નંદાસણ ગામમાં 3 માસની બાળકીને રસી આપ્યા બાદ શં

Mehsana news: મહેસાણા જિલ્લામાં આવેલા નંદાસણ ગામમાં 3 માસની બાળકીને રસી આપ્યા બાદ શંકાસ્પદ રીતે તેનું મોત થતાં સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું. જ્યારે મૃતક બાળકીનાં પરિવારમાં ભારે રોષ છે. ત્રણ મહિનાની બાળકીને ગત રોજ નંદાસણ PHC સેન્ટર ખાતે રસી આપવામાં આવી હતી. અને પરિવારનો આક્ષેપ છે કે, આ વેક્સિન બાદ જ બાળકીનું મોત થયું છે.
મળતી માહિતી અનુસાર, નંદાસણમાં આંગણવાડીમાંથી રસી બાબતે ફોન આવતાં બાળકીને PHC ખાતે રસી અપાવવા લઈ જવામાં આવી હતી. જે બાદ પરિવારજનોના કહેવા મુજબ બાળકીને એક જ દિવસમાં છ જેટલી રસી આપવામાં આવી છે. બાળકીને મોઢા અને અન્ય અંગોમાંથી લોહી નીકળવાનું શરૂ થતાં બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીનું પી.એમ અને વિસેરા મહેસાણા સિવિલમાં લેવામાં આવ્યા છે. જ્યારે આવું કઈ બન્યું નથી તેવું તંત્રનું કહેવું છે.


