Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Sensex today: Stock market closes higher after NDA gains majority in Bihar assembly elections

Sensex today: બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળ્યાં બાદ શેરબજાર વધારા સાથે બંધ

Timeછેલ્લું અપડેટ : 14 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Sensex today: બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળ્યાં બાદ શેરબજાર વધારા સાથે બંધ
સોર્સ : GSTV

Sensex today: બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને મળેલી પ્રચંડ બહુમતિ મળી રહી છે તેવા વલણો જાહેર થતાની સાથે શેરબજાર સુધારા સાથે બંધ રહ્યા હતાં. શુક્રવારે બપોરે 3 વાગ્યા સુધી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ બપોરે 3 વાગ્યા પછી બજારે પોતાની દિશા બદલી અને શેરબજાર વધારા સાથે બંધ થયું હતું.

App Store

શુક્રવારે, સેન્સેક્સ 84,060 પર ખુલ્યો અને 0.1 ટકાના વધારા સાથે 84,562 પર બંધ થયો. નિફ્ટી-50 25,767 પર ખુલ્યો. દિવસના અંતે તે 0.12 ટકા વધીને 25,910 પર બંધ થયો. બેન્ચમાર્ક ઈન્ડેક્સની તુલનામાં, મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટ્સે મિશ્ર પ્રદર્શન કર્યું. બીએસઈ મિડકેપમાં 0.02 ટકાનો ઘટાડો થયો, જ્યારે બીએસઈ  સ્મોલકેપમાં 0.06 ટકાનો વધારો થયો.

ટોપ ગેનર્સ અને લૂઝર્સ
નિફ્ટી-50 કંપનીઓમાં, એટરનલમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો, જેમાં 2.02 ટકાનો વધારો થયો. આ પછી, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં 1.68 ટકા, ટ્રેન્ટમાં 1.50 ટકા, એસબીઆઈમાં 1.46 ટકા, જીઓ ફાયનાન્સિયલ સર્વિસીઝમાં 1.36 ટકાનો વધારો જોવા મળ્યો છે.

નિફ્ટી-50ની કંપનીઓમાં સૌથી વધારે નુકસાન ઈન્ફોસિસને થયું અને તેમાં 2.53 ટકાનો ઘટાડો થયો છે. આ પછી, આઈશર મોટર્સ 2.34 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 1.77 ટકા, ટાટા મોટર્સ પીવી 1.70 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 1.36 ટકા ઘટ્યા.

વોલ સ્ટ્રીટ પર નબળાઈને પગલે એશિયન બજારોમાં ઘટાડો થયો હતો, ટેકનોલૉજી શેરોમાં નવા દબાણ અને ફેડરલ રિઝર્વ દ્વારા સંભવિત દર ઘટાડા અંગે અનિશ્ચિતતાનો સામનો કરવો પડ્યો હતો. જાપાનનો નિક્કી 225 ઈન્ડેક્સ 1.5 ટકા ઘટ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી  2.03 ટકા અને હોંગકોંગનો હેંગ સેંગ 1.23 ટકા ઘટ્યો હતો.

અમેરિકી શેરબજાર ગુરુવારે ઘટાડે બંધ રહ્યા હતાં, AI-સંબંધિત શેરોમાં ઘટાડાથી બજારનું દબાણ વધ્યું અને મૂલ્યાંકન અંગે ચિંતાઓ યથાવત રહી. એસએન્ડપી  500 1.7 ટકા ઘટ્યો. નાસ્ડેક  2.3 ટકા ઘટ્યો, અને ડાઉ જેન્સ ઈન્ડસ્ટ્રીઅલ  1.7 ટકા ઘટ્યો હતો.