VIDEO: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો, ટિકિટ કપતા પિતા-પુત્રએ નોંધાવી અપક્ષ દાવેદારી
સોર્સ : gstv
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપ દ્વારા ટિકિટ કાપવામાં આવતા પક્ષમાં આંતરિક રોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 3 અને 4 માં વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા પીઢ નેતા અને તેમના પુત્રની ટિકિટ કપાતા, પિતા-પુત્રની જોડીએ હવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.જેમણે 4 વખત કોર્પોરેશનમાં જીત મેળવી ભાજપનો ગઢ મજબૂત કર્યો હતો, તેવા પિતા-પુત્રએ હવે ભાજપ સામે જ બાંયો ચઢાવી છે. કાર્યકરોમાં ટિકિટ વહેંચણીને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. પિતા-પુત્રનો આરોપ છે કે તેમને પક્ષમાં રહેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, તેમ છતાં અન્યાય સામે અવાજ ઉઠાવી તેમણે પોતાના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરી જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે.

