VIDEO : સુરેન્દ્રનગરમાં નબળા રોડના કામો મુદ્દે મેયરનું એક્શન મોડમાં આકસ્મિક ચેકિંગ
સોર્સ : gstv
સુરેન્દ્રનગર શહેરમાં ચાલી રહેલા વિકાસ કામો નબળી ગુણવત્તાના થતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા મહાનગરપાલિકાના મેયર એક્શન મોડમાં આવ્યા છે. મેયરે એન્જિનિયરોની ટીમને સાથે રાખીને શહેરમાં ચાલતા રોડ-રસ્તાના કામોનું આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું અને સમગ્ર કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે કોન્ટ્રાક્ટરોને કડક શબ્દોમાં ગુણવત્તાયુક્ત કામ કરવાની સૂચના આપી છે અને સ્પષ્ટ કર્યું છે કે નબળી કામગીરી કરનારાઓના બિલો મંજૂર કરવામાં નહીં આવે તેમજ જરૂર પડ્યે બિલોમાં કાપ મૂકવામાં આવશે. વરસાદી સીઝન શરૂ થાય તે પહેલાં તમામ રોડના કામો તાત્કાલિક પૂર્ણ કરવા પણ આદેશ કરાયા છે. મેયરની આ કડક કાર્યવાહી અને સરપ્રાઈઝ વિઝિટને પગલે નબળું કામ કરતી કોન્ટ્રાક્ટર એજન્સીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

