Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : sand theft from dam reserved for drinking water exposed

Surendranagarમાં હવે ડેમ પણ અસુરક્ષિત,પીવાના પાણી માટે આરક્ષિત ડેમમાંથી રેતી ચોરીનો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 15 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Surendranagarમાં હવે ડેમ પણ અસુરક્ષિત,પીવાના પાણી માટે આરક્ષિત ડેમમાંથી રેતી ચોરીનો પર્દાફાશ
સોર્સ : GSTV

સૌરાષ્ટ્રના લાખો લોકોને  સૌની યોજના મારફતે પીવાનું પાણી પૂરું પાડતા સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં જ ખનિજ માફિયાઓ દ્વારા આચરવામાં આવતી ગેરકાયદેસર રેતી ચોરીના એક વિશાળ નેટવર્કનો પર્દાફાશ થયો છે. ખમીસાણા નજીક ડેમમાં હોડકાં અને પાઇપલાઇન ગોઠવીને રેતી ચોરતા માફિયાઓનો આ ધડાકો સપાટી પર આવતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

App Store

પીવાના પાણી માટે આરક્ષિત આ ડેમમાંથી ખનિજ ચોરી થવાથી ડેમની જળસંગ્રહ ક્ષમતા અને તેની માળખાકીય સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.  3 ટ્રક હોડકાઓ સહિત કુલ 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.  વિભાગે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

સૌરાષ્ટ્રને પીવાનું પાણી પૂરું પાડતા અતિ મહત્ત્વના ધોળીધજા ડેમમાં જ આટલા મોટા પાયે ખનિજ ચોરી થવી એ તંત્રની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊભા કરે છે. ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં રેતી ચોરીની ફરિયાદો અને દુર્ઘટનાઓ સામે આવી છે, છતાં ખનિજ માફિયાઓ બેફામ બનીને સરકારની તિજોરીને અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે.