Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Protests erupt at CM Bhupendra Patel's program in Surendranagar: AAP worker detained amid development works worth Rs 540 crore

VIDEO: સુરેન્દ્રનગરમાં CM ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં વિરોધના સૂર: 540 કરોડના વિકાસકામો વચ્ચે 'આપ'ના કાર્યકરની અટકાયત

Timeછેલ્લું અપડેટ : 06 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરેન્દ્રનગરની મુલાકાતે હતા, જ્યાં તેમણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આશરે રૂ. 540 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. જોકે, મુખ્યમંત્રી જ્યારે સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે જ એક યુવકે ઉભા થઈને વિરોધ નોંધાવતા સભામાં ભારે હોબાળો મચી ગયો હતો.

App Store

મુખ્યમંત્રીના સંબોધન દરમિયાન હોબાળો
 સીએમ ભૂપેન્દ્ર પટેલ જ્યારે સ્ટેજ પરથી સ્પીચ આપી રહ્યા હતા, ત્યારે આમ આદમી પાર્ટીના એક કાર્યકર અચાનક બેનર સાથે ઉભો થઈ ગયો હતો. આ યુવક સરકારી કામગીરી અને મહાનગરપાલિકામાં બીપીએલ કાર્ડના દાખલા કાઢવાના બંધ કરવાના મુદ્દે રજૂઆત કરવા લાગ્યો હતો. સભામાં વાતાવરણ બગડતા મુખ્યમંત્રીએ શાંતિથી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "આપણે વિકાસની રાજનીતિ કરવા નીકળ્યા છીએ, આપણે એની તરફ ન જોવું જોઈએ."

પોલીસ દ્વારા અટકાયત 
આ ઘટનાને પગલે તુરંત જ ત્યાં હાજર એલસીબી તેમજ સ્થાનિક પોલીસની ટીમે વિરોધ કરી રહેલા યુવકની અટકાયત કરી હતી અને તેને સભા સ્થળની બહાર લઈ ગયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર અને વઢવાણને મોટી ભેટ 
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, સુરેન્દ્રનગર રિવરફ્રન્ટને આધુનિક બનાવવામાં આવશે અને ઐતિહાસિક વઢવાણ શહેરને 'હેરિટેજ સિટી' તરીકે ડેવલપ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી દર્શના વાઘેલા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિકાસકામોના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના પુત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા રવાના થયા હતા.